|
શ્રી આરાસુરી અંબાજી માતાજીના દર્શનાર્થે યાત્રિકોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થાય છે. આ તમામ યાત્રિકો “મા અંબા” ના મૂળ સ્થાન ગબ્બર પહાડ ઉપર આવેલ મંદિરના દર્શનાર્થે જાય છે. ભાદરવી પૂનમ, દિવાળી, નવરાત્રી, દરેક પૂનમો – આઠમો અને અન્ય માતાજીના તહેવારો એ ગબ્બર ઉપર ખૂબ જ ભીડ રહે છે. ગબ્બર પહાડની ટોચ ઉપર યાત્રિકોના ઘસારાને પહોંચી વળવા માટે જગ્યા ખુબજ ઓછી પડે છે. તેથી હાલના ચોકનો વિસ્તાર વધારવો, નાની હવનશાળા, પગરખાં કેન્દ્ર, ભેટ પ્રસાદ કેન્દ્ર, દુકાનો, સ્ટ્રોંગ રૂમ, પાણીની પરબ, સીક્યુરીટી સ્ટાફ અને અન્ય સ્ટાફ માટેની ઓફિસ વિગેરેનું આયોજન કરેલ છે. અંદાજીત ખર્ચ રૂ. ૪,૩૮,૫૩,૩૦૯/- છે. |
All rights Reserved. Copyright @ 2023 ◊ SAAMDT ◊ Powered by 8webcom.com



