|
શ્રી અંબાજી માતાજીના દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં વર્ષોવર્ષ ઉત્તરોત્તર વધારો થતો રહે છે. વળી માતાજીના ચાચર ચોકમાં અવાર નવાર ધાર્મિક, સાંસ્કૃતિક પ્રોગ્રામો થતા રહે છે. અંબાજી મંદિરમાં નવરાત્રિનો મહિમા ખુબ જ હોઈ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ચાચર ચોકમાં ઉભરાય છે. આવા સમયે આસો સુદ આઠમના દિવસે તથા રાત્રે તો શ્રધ્ધાળુઓનો ઘસારો એટલો મોટો હોય છે કે માતાજીના ગરબા ગાવામાં પણ તકલીફ અનુભવાય છે. આ માટે ઘણી વખત પિત્તળના ગેટથી વધુ સંખ્યામાં યાત્રાળુઓ ન આવે તે માટે સિક્યોરીટી ધ્વારા યાત્રાળુઓને ચાચર ચોકમાં આવતા અટકાવવા પડે છે. અા માટે ભવિષ્યમાં ચાચર ચોક નાનો પડવાની સંભાવના હોઈ ચાચર ચોકનો એક્ષટેન્શન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થાપક સમિતિની બેઠક તા. 28-3-2007 માં ચર્ચા વિચારણા કરી ઠારવ નં. – 1 થી ચાચર ચોક એક્ષટેન્શન કરવા જરૂરી પ્લાન અંદાજો બનાવવાનું ઠરાવવામાં આવેલ. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂા. 83,39,436.20 નો ખર્ચ થવાની સંભાવના છે. ચાંચર ચોક વિસ્તૃતિકરણ થવાથી જે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.
|
All rights Reserved. Copyright @ 2023 ◊ SAAMDT ◊ Powered by 8webcom.com



